'વર્લ્ડ ટુરિઝમ દિવસ' ઉજવવાનો ઇતિહાસ.

SB KHERGAM
0

  'વર્લ્ડ ટુરિઝમ દિવસ' ઉજવવાનો ઇતિહાસ.

                      Don hill station Dang 

આમ તો પ્રવાસ એટલે ફરવું, સ્થાનાંતર, એક જગ્યાએથી બીજી જગ્યાએ, ઘરથી દૂર જવું વગેરે. તેને મુસાફરી કે યાત્રા પણ કહી શકાય. માનવજીવનમાં એકધારી, એકસરખી પ્રવૃત્તિઓને કારણે કંટાળો ઊપજે ત્યારે તેનાથી અળગા થઈને મનને તરોતાજા, પ્રફુલ્લિત જો કોઈ બનાવતું હોય તો તે પ્રવાસ-પર્યટન છે. આબાલવૃદ્ધ સૌને મનગમતા સ્થળે જવું ગમતું હોય છે.જીવનઘડતરમાં અને શિક્ષણમાં પ્રવાસ-પર્યટનનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રવાસ-પર્યટનથી નવો ઉત્સાહ,નવું જોમ આવે અને કાર્યદક્ષતામાં વધારો થાય છે. આથી જીવનમાં પ્રવાસ કે પર્યટનની મજા માણવી જરૂરી છે. 

                              Girmal waterfall 

      પ્રવાસ એટલે કોઈ પણ સ્થળને જોવું, જાણવું અને મન ભરીને માણવું. જીવનની સઘળી ચિંતાઓ થોડો સમય વિસારે મૂકી,મિત્રો સાથે કે પરિવાર સાથે મોજ,મસ્તી,આનંદપૂર્વક મુકત મને વિહરવું એટલે પ્રવાસ-પર્યટન.દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન પ્રવાસ –પર્યટનનો આનંદ માણે છે, પણ તેણે પોતાના વિદ્યાર્થીજીવનમાં કરેલો પ્રવાસ-પર્યટન હંમેશને માટે યાદગાર હોય છે.પર્યટનથી સમૂહભાવના, સંઘભાવના, નિયમિતતા,સ્વાવલંબન, ચોકસાઇ, નેતાગીરી, સહનશીલતા વગેરે જેવા ગુણોનો વિકાસ થાય છે.પ્રવાસમાં ઐતિહાસિક, ધાર્મિક કે પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈ શકાય. વિવિધ પ્રદેશોના લોકજીવન, ત્યાંની પરંપરાઓ, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં તે સ્થળને પ્રત્યક્ષ જોવાથી વધુ સારી રીતે જાણી, સમજી શકાય છે. જોયેલું વધુ સારી રીતે યાદ રાખી શકાય છે, આથી જ વર્ષમાં ઓછામાં ઓછી એક વાર પ્રવાસ પર્યટનની મજા માણી લેવી જોઈએ.   

                       Gira waterfall, Dang

પર્યટનના આ મહત્ત્વને ધ્યાનમાં રાખીને ૨૭ સપ્ટેમ્બરના દિવસે ‘વિશ્વ પર્યટન દિવસ’(વર્લ્ડ ટુરિઝમ ડે) ઊજવવાની શરૂઆત કરવામાં આવી, જેને માટે આંતરરાષ્ટ્રીય યુનિયન ઑફિસિયલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૨૭ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ મેક્સિકો સિટીમાં વિશેષ સભા યોજવામાં આવી હતી.ત્યાર બાદ યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા સપ્ટેમ્બર ૧૯૭૦ના અંતમાં ‘વર્લ્ડ ટુરિઝમ ડે’ની ઉજવણી કરવાનું નક્કી કર્યું. આ દિવસ યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના કાયદાને સ્વીકારવાની વર્ષગાંઠ છે. ઉપરાંત ૨૭ સપ્ટેમ્બરના દિવસે વિશ્વસંગઠનનું બંધારણ સ્વીકારાયું હતું. આથી ૨૭ સપ્ટેમ્બરનો ‘દિવસ વિશ્વપર્યટન દિવસની ઉજવણી માટે યોગ્ય છે, કારણ કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં ત્યારથી પર્યટન ઋતુની શરૂઆત થાય છે. 

    વિશ્વ પર્યટન દિવસની ઉજવણીનો હેતુ આબાલવૃદ્ધ સૌને પર્યટન પ્રત્યે જાગ્રત કરવાનો, વૈશ્વિક વિકાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સ્તરે પ્રકાશિત કરવાનો તેમજ સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. પ્રવાસન ઘણા બેરોજગારને રોજગારી આપી આજીવિકાનું સાધન બને છે. વિદેશી વિનિમયના મહત્ત્વપૂર્ણ સ્રોત હોવા ઉપરાંત વિશાળ રોજગારનું સર્જન કરે છે. ઘણી વખત એવું પણ બને કે આપણે રાજ્ય બહાર, દેશ બહા૨ ઘણાં બધાં પ્રવાસ-પર્યટન કર્યાં હોય, પરંતુ સ્થાનિક કક્ષાએ આવેલ સ્થળોથી અજાણ હોઈએ. આવું ન બને તેનો ખ્યાલ રાખવો. આપણે અને આપણાં બાળકોને સ્થાનિક મુલાકાતો તેમજ જે ગામ, તાલુકો, જિલ્લામાં રહેતાં હો તેની આસપાસનાં સ્થળોએ પર્યટન યોજી તે સ્થળથી પરિચિત કરવાં, જોવાલાયક સ્થળોના ઇતિહાસ, ધાર્મિક મહત્ત્વ વિશે માહિતગાર કરવાં જોઈએ. જે સ્થળે પ્રવાસ-પર્યટન કરીએ તેની સાચવણી અને જાળવણી રાખવાનાં નૈતિક મૂલ્યો વિશે સમજ આપવી જરૂરી છે. ‘લોકલથી ગ્લોબલ’ સુધી વિહરીએ તો જ પર્યટન-પ્રવાસ દિનની ઉજવણી સાર્થક કરી ગણાય.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top