ગણદેવી તાલુકાની સરી સ્ટેશન કન્યા શાળા -૧ અમલસાડના ગણિત વિજ્ઞાન શિક્ષકનું તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સન્માન કરવામાં આવ્યું.

SB KHERGAM
0

      

ગણદેવી તાલુકાની સરી સ્ટેશન કન્યા શાળા -૧ અમલસાડના ગણિત વિજ્ઞાન શિક્ષકનું તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સન્માન કરવામાં આવ્યું.

તારીખ : ૧૨-૧૦-૨૦૨૩નાં દિને ગણદેવી તાલુકાની  સરી સ્ટેશન કન્યા શાળા નંબર -1 અમલસાડનાં ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી સંજયભાઈ પટેલનું  તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સન્માન કરવામાં આવ્યું. વિજ્ઞાન ક્ષેત્રે બાળકોને તૈયાર કરી વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ સતત બે વર્ષથી પ્રતિનિધિત્વ કરેલ છે.  નવસારી મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને  ગણદેવી તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા શાલ ઓઢાડી સન્માન પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં. રાજ્યકક્ષાએ ગણદેવી તાલુકા અને નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 


નવસારી ડાયટનાં પ્રાચાર્યશ્રી ડૉ.વાય.કે.પટેલ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ .ભગીરથભાઇ પરમાર સાહેબ, તા.પ્રા.શિ.શ્રી મનીષભાઈ,બી.આર‌સી.શ્રી સોનલબેન અને શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈએ શુભેચ્છા પાઠવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top