ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ દક્ષિણ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં નવસારી જિલ્લાની ત્રણ શાળાએ મેદાન માર્યું.
તારીખ ૨૨મી ડિસેમ્બર થી ૨૩મી ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ દ્વિ- દિવસીય દક્ષિણ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ૭૫ જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય વિષય "સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" રાખવામાં આવ્યો છે.
બાળવિજ્ઞાન પ્રદર્શનના પાંચ પેટા વિભાગો છે. (1) આરોગ્ય (2) જીવન- પર્યાવરણ માટે જીવનશૈલી (3) કૃષિ (4) પ્રત્યાયન અને પરિવહન (5) ગણનાત્મક ચિંતન જેવા અલગ- અલગ વિષયો પર દક્ષિણ ઝોનના સાત જિલ્લાઓ( ભરૂચ, નર્મદા, સુરત,તાપી, ડાંગ નવસારી, વલસાડ ) ની પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિઓ જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ડી.એલ.એડ વિભાગમાંથી કુલ 75 જેટલી કૃતિઓ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે.
દ્વિતીય વિભાગ જીવન- પર્યાવરણ માટે જીવનશૈલી "ગ્રીન હાઈડ્રોજન સોલર પેનલ" કૃતિમાં નવસારી જિલ્લાની આટ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે, તૃતિય વિભાગ કૃષિ માં "અ કંપ્લિટ ડિજિટલ ફાર્મિંગ" કૃતિ ભાટ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે અને ચતુર્થ વિભાગ પ્રત્યાયન અને પરિવહનમાં "અલ્ટરનેટીવ મેજિક રોડ એન્ડ બ્લોક્સ" કૃતિ આંબેડકર નગર પ્રાથમિક શાળા દ્વિતિય ક્રમે આવી નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું.
વિજેતા તમામ શાળાઓને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને નવસારી જિલ્લાના તાલુકા ઘટક સંઘો હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.