નવસારી વન વિભાગના RFO હીના પટેલને ‘નવદુર્ગા એવોર્ડ’થી સમ્માનિત.
આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેંજર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના RFO હિના પટેલને વનદુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના સમર્પણ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હિના પટેલે ફોરેસ્ટ ઓફિસર તરીકેની કારકિર્દીમાં પ્રસંશનીય કામગીરી કરી ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવી ખેતી થઈ શકે તે માટેના પ્રયાસો કર્યા છે. તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાબેલેદાદ કામગીરી કરી રહ્યા છે.
આસામના ગુવાહાટીમાં ગત તા.પમી ડિસેમ્બરના રોજ આયોજિત પ્રથમ એશિયન રેન્જર ફોરમમાં એક્સપ્લોરિં ગવુમનહૂડ ફાઉન્ડેશન દ્વારા દેશની ચાર મહિલાઓને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વન દુર્ગા પુરસ્કારો વન્યજીવન અને વન સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને આપવામાં આવે છે. હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણના ક્ષેત્રમાં આવા સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ઠ કાર્ય માટે વનદુર્ગા એવોર્ડ આપવામાં આવ્યો છે.
પોતાને મળેલા વન દુર્ગા એવોર્ડ વિશે હીના પટેલે જણાવ્યુ હતું કે, વ્યક્તિની ક્ષમતાને સ્ત્રી કે પુરુષના રૂપમાં ન જોવી જોઈએ. સ્ત્રી કોઈપણ ક્ષેત્રમાં કામ કરવાં સક્ષમ છે. ગુજરાત વન વિભાગમા હું દસ વર્ષથી જોડાયેલી છું. ડિપાર્ટમેન્ટના તથા ઉપરી અધિકારીઓના સહયોગના લીધે આ જર્ની ખુબ જ પ્રેરણાદાયી રહી છે. પ્રાણીઓ સાથે કામ કરવું તે ખૂબ જ રોમાંચક કાર્ય છે.