‘જય જોહાર’ના નાદ વચ્ચે ખેરગામમાં બિરસા મુંડાની ગૌરવયાત્રાનું સ્વાગત

SB KHERGAM
0

 

‘જય જોહાર’ના નાદ વચ્ચે ખેરગામમાં બિરસા મુંડાની ગૌરવયાત્રાનું સ્વાગત

ખેરગામ ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર તરફ પ્રસ્થાન કરનાર જનજાતિય ગૌરવરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.


આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ, મંત્રી ડો. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ, ડાંગ ધારાસભ્ય વિજય પટેલ, અને ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી ઉપસ્થિત સૌએ “જય આદિવાસી”, “જય જોહાર”, “જય બિરસા મુંડા”ના જયઘોષ સાથે ગૌરવમય વાતાવરણ સર્જ્યું.


ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપીને ગૌરવરથને આગળ પ્રસ્થાન કરાવ્યું, જ્યારે સ્થાનિક નાગરિકો અને વાહનો પણ યાત્રામાં જોડાતા ખેરગામમાં ગૌરવયાત્રાએ ઉત્સવી સ્વરૂપ ધારણ કર્યું.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top