ખેરગામમાં ઈદ એ મિલાદની ઉજવણીમાં તાલુકાભરના મુસ્લિમ બિરાદરો જોડાયા.
ખેરગામમિત્ર
ખેરગામ તાલુકા મથકના મુસ્લિમ બિરાદારો દ્વારા સવારે 8.30 વાગ્યે મસ્જિદથી પયગમ્બર સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય જુલુસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં તાલુકાભરના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સમગ્ર વિશ્વને એક્તા અને શાંતિનો સંદેશો આપનારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન્નબીની દર વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌક્તથી ઉજવણી કરવામાં આવે છે. માજી મુતવલ્લી ઝમીરભાઈ તથા જન્નત નસીન અમન ઉલ્લા મુસ્તફા શેખના પ્રાંગણમાં લૂસે વિરામ કરી રિફાઇ દ્વારા ભક્તિગીતો ગાયા બાદ આમ ન્યાઝમાં સૌ બિરાદરો જોડાયા હતા. જુલુશમાં ડો.નિરવ પટેલ સહિતના આગેવાનોએ કોમી એક્તાના ભાવ પ્રદર્શિત કરી મુસ્લિમ આગેવાનોને મુબારકબાદી આપી હતી. સમગ્ર જુલુસ દરમિયાન ખેરગામ પીએસઆઈ પઢેરીયા સાહેબનાં માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ કાયદો વ્યવસ્થા જાળવવા વ્યવસ્થા કરી હતી. ગુરૂવારે ગણેશ વિસર્જન અને શુક્રવારે ઈદે મિલાદની શાંતિપૂર્ણ ઉજવણી સંપન્ન થઈ હતી.